ગુજરાતના બધા જિલ્લાઓ પૈકી સૌથી નાનો અને એટલે જ ગુજરાતની પ્રજાનો અને સરકારનો લાડકો જિલ્લો ડાંગ છે. આદિવાસી ઓની સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો પણ ડાંગ છે. તેની મહત્તમ ઉત્તર-દક્ષિણ લંબાઈ 59 કિલોમીટર અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 50 કિલોમીટર છે. જિલ્લા નુ ક્ષેત્રફળ 1764 ચોરસ કિલોમીટર છે. જિલ્લા મા જિલ્લા મથક આહવા અને વઘઈ બે શહેરો અને 309 જેટલાં ગામો આવેલા છે. આ આખો જિલ્લો ડુંગરાળ છે. પૂર્વ અને દક્ષિણ ભાગની ટેકરીઓ વધારે ઊંચી છે. પૂર્વ તરફનો સૌથી વધુ ઊંચો ડુંગર 1100 મી. ઊંચો છે. આ ડુંગરો સહ્યાદ્રિ કે પશ્ચિમઘાટ ના ફાંટા છે. આ પ્રદેશ તથા સમતલ પ્રદેશને બાદ કરતા સમગ્ર પ્રદેશની ઊંચાઈ 300 મીટરથી 700 મીટર છે. અત્યારે ચોમાસા મા ડાંગની હરિયાળી ધરતી પર ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરી ઓનુ અનુપમ સૌન્દર્ય હૃદયને પ્રકૃતિના સ્પંદનથી રોમાંચિત કરી મૂકે છે. ડાંગ જિલ્લાને ગુજરાત સરકારે સો ટકા પ્રાકૃતિક કૃષિ આધારિત જિલ્લો જાહેર કરેલો છે. અત્યારે આ પ્રોજેક્ટ ગુજરાત એગ્રો નિગમ હસ્તક છે. કદાચ આ નિગમના અધિકારીઓ પણ એ વાત જાણતા નથી કે ગુજરાત એગ્રોને ડાંગ સાથે પચીસ વરસ જૂનો સંબંધ છે. અને ગાઢ સંબંધ છે. એક જમાનામાં જ્યારે આ નિગમની ઓફિસ આકાશવાણી ભવન સામે અમદાવાદ મા હતી ત્યારે એના મેનેજિંગ ડિરેક્ટર આઈએએસ અધિકારી પ્રબીર બાસુ હતા. તેઓ ડાંગની નિયમિત મુલાકાત લેતા.

અંબિકા, ગિરા, ઘોદહાડ અને સર્પગંગા મુખ્ય નદીઓ છે. આ નદીઓ બહુ જ રમણીય છે અને વરસ મા આઠ-નવ માસ તો નિરંતર વહેતી રહે છે. સાલ્હેર પાસેના પીપલનેર ના ડુંગર માથી નીકળતી પૂર્ણા 80 કિમી. લાંબી વહે છે. વ્યારા અને નવસારી તાલુકામાં થઈને તે અરબી સમુદ્રને મળે છે. દાવડની ટેકરી માથી નીકળી પીપલદહાડ વગેરે ત્રણેક ગામો પાસેથી પસાર થતી ઘોદહાડ લાવચલી પાસે પૂર્ણાને મળે છે. ડાંગના જંગલ માની કેન ટેકરી ઓ માથી નીકળી 64 કિમી. લાંબી અંબિકા રામભાસ અને વઘઈ પાસે થઈને બિલીમોરા પાસે અરબી સમુદ્રને મળે છે. ખાપરી નદી કંચનઘાટ ડુંગર ની ભેગુ ખીણમાથી નીકળી બોરબલ ગામ પાસે અંબિકા ને મળે છે. ગિરા મહારાષ્ટ્રના મલંગદેવ ઓટા પાસેથી નીકળી સોનગઢ તાલુકામાં મીંઢોળા ને મળે છે. સર્પગંગા પશ્ચિમ ઘાટ માથી નીકળી સાપુતારા પાસે થઈને સર્પાકારે નાસિક જિલ્લામાં વહે છે. પહાડી ઢોળાવને કારણે આ નદી ઓ નો પ્રવાહ ઝડપી છે.

ડાંગની આબોહવા ભેજવાળી છે. આ જિલ્લા નુ ઉનાળા નુ સરાસરી દૈનિક ગુરુતમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 36 સે. અને 24 સે. રહે છે. શિયાળામાં જાન્યુઆરી મા સરાસરી દૈનિક ગુરુતમ અને લઘુતમ તાપમાન 30 સે. અને 11 સે. રહે છે. પશ્ચિમથી પૂર્વ તરફ જતા વરસાદ નુ પ્રમાણ ઘટે છે. જિલ્લાનો સરાસરી વરસાદ 1988 મિમી. છે. જુલાઈ માસ મા મોસમના કુલ વરસાદના 50 % જેટલો વરસાદ પડે છે. જિલ્લાની જમીન ડેક્કન ટ્રૅપ ની બનેલી છે. અહીં બેસાલ્ટ તથા કાળમીંઢ ખડકો જોવા મળે છે. ખીણ ની કાળી જમીન અને ઉચ્ચપ્રદેશ ની લાલ જમીન છે. જિલ્લાની કુલ 1,72,356 હેક્ટર જમીન છે.

આ જિલ્લા મા 1708 ચોકિમી.મા સૂકા અને લીલા ભેજવાળાં પર્ણપાતી જંગલો છે. તેમાં સાગ, સાદડ, કાકડ, સીસમ, કલમ, ખેર, હળદરવો, રોહીડો, કડા, બિયો, મહુડો, ઘામણ, આસન, આસોતરો, ગરમાળો વગેરે વૃક્ષો ને વાંસ છે. ડાંગ મા ઘણી વૈદકીય ઔષધિઓ મળે છ

ડાંગ મા નાગલી, ડાંગર, જુવાર, વગેરે અનાજ અને તુવેર, અડદ, ચણા વગેરે કઠોળનુ વાવેતર થાય છે. તેલીબિયા પૈકી ખરસાણી તથા મગફળી નુ વાવેતર પણ થાય છે. હવે તો ડાંગના કાજુ એ આખા દેશને એના પ્રાકૃતિક સ્વાદને કારણે ઘેલુ લગાડેલુ છે. ડાંગમા પશુધનમા ગાય અને બળદ, પાડા, ભેંસ અને બકરા મુખ્ય છે વધુ વરસાદને કારણે ઘાસ હલકા પ્રકાર નુ અને ઓછુ પૌષ્ટિક હોય છે. જમીનનું ધોવાણ આ માટે કારણભૂત છે. હવે આદિવાસીઓ જાગૃત થતા ધોવાણ અટકાવી શકે છે. આ જિલ્લા મા કાળમીંઢ પથ્થર, ઈંટની માટી, મુરમ અને બેસાલ્ટની કપચી મુખ્ય ખનિજો છે.

જિલ્લાના બધા ગામોને વીજળી નો લાભ મળે છે. અહીં સુતરાઉ કાપડ અને લાકડુ વહેરવાની મિલ નો તેમા સમાવેશ થાય છે. આ સિવાય હાર્ડવેર, તૈયાર કપડા, મોટર-દુરસ્તી, બિસ્કિટ, બ્રેડ વગેરે ખાદ્યપદાર્થો, બાઇસિકલ રિપૅરિંગ, તેલઘાણી, આટામિલ વગેરે ગૃહ અને લઘુઉદ્યોગ ના સોએક એકમો છે. વઘઈ ખાતે સરકાર-સંચાલિત સાગ વગેરે લાકડા વહેરવાની મિલો છે. ખરસાણી નુ તેલ કાઢવાની ઘાણીઓ આહવામા છે. માલેગાંવ, વઘઈ અને પીપરી ખાતે ઔદ્યોગિક વસાહતોનો પ્રારંભ થયો છે. બિલીમોરા થી વઘઈ સુધી સાંકડા માપની રેલવે છે. આઝાદી પછી રસ્તાઓ નો વિકાસ થયો છે. પાકા, જિલ્લા માર્ગો તથા ગ્રામવિસ્તાર ના માર્ગો છે તેમની કુકણી અને ભીલી ભાષા ગુજરાતીની એક બોલી છે. મહારાષ્ટ્રના સરહદના બારેક ગામડા ઓ મા મરાઠીની અસર જોવા મળે છે. તેઓ કણબી કે કુનબી મારફત ખેતી કરાવે છે

આદિવાસીઓમા કણબી, ભીલ, વાર્લી, ગામીત, માવચી, વસાવા અને વાલ્વી મુખ્ય છે. કુંકણા, વાંસફોડા વગેરેની થોડી વસ્તી છે. ભીલો જમીનના માલિક છે. કણબી, વાર્લી અને માવચી પ્રજાજનો છે. હવે એમા થોડો ફેરફાર થયો છે. જિલ્લામા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે. ડાંગી લોકો નુ આગવુ નૃત્ય અને સંગીત છે; જે તેમના જીવ સાથે વણાઈ ગયુ છે. સાપુતારા ને ગિરિમથક તરીકે વિકસાવવા મા આવ્યુ છે. વઘઈ ખાતે રાષ્ટ્રીય અભયારણ્ય ઊભુ કરાયુ છે. ડાંગમા 1825 મા બ્રિટિશ હકૂમત સ્થપાઈ તે પૂર્વે આ પ્રદેશ લગભગ સ્વતંત્ર હતો. સમગ્ર જિલ્લો ચાર ભીલ રાજાઓ અને દસ નાયકોને તાબે હતો. તેમનો નિર્વાહ આબકારી જકાત, જમીનમહેસૂલ, ચરાઈકર, હળવેરો વગેરેની આવક દ્વારા થતો હતો. ડાંગ દરબાર વિખ્યાત છે એની વાત ફરી કોઈ વાર.