સમગ્ર ગુજરાતમાં ખરીફ - રવી ત્રકતુમાં રીંગણનો પાક ઉગાડતા ખેડૂતોને ગુજરાત ગોળ રીંગણ ૮ (જીઆરબી ૮ : આણંદ રાજ) જાતનું વાવેતર કરવા માટે ભલામણ કરવામાં આવે છે. આ જાતનું સરેરાશ ઉત્પાદન ૪૨૬ કિવ./હે. જોવા મળેલ છે. જે અંકુશ જાતો જીએઓબી ર, જીએનઆરબી ૧ , જીઆરબી પ, સ્વર્ણ મણી બ્લેક અને જીઓબી ૧ કરતાં અનુક્રમે ૨૫.૫, ૨૦.૯, ૨૪.૩, ૨૫.૭ અને ૩૨.૦ ટકા વધારે માલૂમ પડેલ છે. આ જાતના ફળ અંડાકાર અને જાંબુડીયા રંગના ચળકતા હોય છે. આ જાતમાં અંકુશ જાતોની સરખામણીમાં ઘટ્ટીયા પાનનો રોગ, તડતડીયાં, સફેદમાખી તથા ડૂંખ અને ફળ કોરી ખાનાર ઈયળનું નુકસાન ઓછું જોવા મળેલ છે. આ જાતમાં કુલ દ્રાવ્ય શર્કરા (૩.૯ર%)અને રીડયુસીંગ શૂગર (૨.૫૧%) ચકાસણી હેઠળની બધી જ અંકુશ જાતો કરતાં વધારે માલૂમ પડેલ છે.

(સંશોધન વૈજ્ઞાનિક, મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર, આકૃયુ, આણંદ)