ગુલાબી ઈયળ વાળો કપાસ જલ્દી વેચી નાખવો અને આપણા ગામની નજીક આવેલા જીનર્સ પાસે જઈને કપાસનો કચરો બાળી દેવા પણ સમજાવવું જોઈએ પણ આપણે કોઈ નું માનીએ ખરા? આજે તમને બધાને આ વાતના માધ્યમ થી થોડી રમુજી પણ કૃષિ શિક્ષણ આપે તેવી વાત કરવી છે , કારણ આજકાલ કપાસના ખેતર માં ગુલાબી ઈયળના નાનકડા ઝાલરવાળી પાંખો ધરાવતા ફુદા જોવા મળી રહ્યા છે તેવું કૃષિ નિષ્ણાંત શ્રી ગનીભાઇ જણાવેછે , મિત્રો ગયા વર્ષે ગુલાબીનો ઉપદ્રવ શરૂ શરૂમાં ન હતો પણ બધી ખબર હોવા છતા છેલ્લે જાતા જે મિત્રો દવા છંટકાવનું ચૂકી ગયા તેને પાછતરા કપાસનેગુલાબી અડી ગયેલી . આજે જયારેઆ લખાય છે ત્યારે કરશનભાઇ ના કપાસમાં ગુલાબી ના ફુદા ઉડેછેત્યારેખેતરમાં સુસુપ્ત \ અવસ્થામાં પડેલી ઈયળ શું વાત કરેછે તે સાંભળો .


    • ગુલાબી ઈયળ વીણી પછી શુશપ્તાવસ્થામાં ચાલી ગઈ હતી. આજે આળશ મરડીને કેમ જાગી? ખબર નહિ, હજુ કોશેટામાંથી ફુદા થવાનું ટાણું થયું નથી. તોય આ બન્ને શું વાત કરે છે ઘ્યાનથી સાંભળો.. મોટી ઈયળ કહે ખેડૂતો લઈ દઈને આપણી પાછળ પડયા છે. આપણે આ જગતનું સાવ નાનકડું જીવ અને ઈ ખાલી કપાસ ઉપર જીવીએ તેવું જીવ, નથી આપણે બકાલું ખાતા કે નથી કોઈ ફળફળાદી તોય આ ખેડૂત અનેઆ બધા વૈજ્ઞાનિકો આપણી પાછળ પડી ગયા છે આપણે અડધા ઈંચની સાવ નાનકડી ઈયળ છીએ. પહેલા સફેદ હોઈએ ત્યારેઆપણું માથું ભુખરા રંગનું હોય અને પુખ્ત થઈએ ત્યારે ગુલાબી પટ્ટી પડે એટલેઆ ખેડૂતો અનેવૈજ્ઞાનિકો આપણનેગુલાબી ઈયળ કહેછે. ગયા વખતેચોમાસાના વરસાદ ઓછા પડ્યા એટલે આપણી આત્મધાતી પેઢી- મારો કે મરો કરવાની નોબત આવી નહિ પણ આવતા વર્ષે તેલ જૂઓનેતેલની ધાર જૂઓ.
    • નાની ગુલાબી કહે, હે બા, આપણે આમ મૂળ કયાંના ? લે તને ખબર નથી ? આમ તો આપણે કીટક સમુદાયના લેપીટોપ્ટેરા ગૃપની ગેલેચીડાઈ કુટુંબમાંથી આવેલી પેકટીનોફેરા ગોસીફીએલા વૈજ્ઞાનિક નામ ધરાવતી ઈયળ છીએ. ઓલ્યા એગ્રેજોએ આપણું નામ પીંક બોલવર્મ રાખ્યું છેઅનેભારતના બધા આપણનેગુલાબી ઈયળ કહે છે. આપણેઆમ તો એશીયા ખંડના ગણાઈએ પરંતુ સૌ પ્રથમ આપણા વડદાદા ઈસ્ટર્ન ઈન્ડીયા સમુદ્ર વિસ્તારમાં દેખાયા હતા અને૧૯૧૭માં સ્ટીમર મારફત અમેરીકાના ટેકસાસ પ્રાંતમાં પહોંચ્યા ત્યાંથી મેકસીકો સુધી આપણી પેઢીઓ જીવેછે. એમ કાંઈ આપણે જેવા તેવા નથી, આપણનેય જીવવાનો હકક છે.
    • હે, બા આપણનેઆ ખેડૂતો મારે કેવી રીતેતેકહો જેથી મારેબચવું કેમ તેખબર પડે?! જો સાંભળ આપણને સીન્થેટીક પાયરેથ્રોઈડ ગૃપની દવાઓ જેખેડૂત વારા ફરતી છાંટેતેખેતરમાં આપણી પેઢી ટકે નહિ, પણ આપણને વરદાન છે કેઆપણા મા-બાપ નિશાચર ફુદા જેરાત્રે સંવનન કરી કપાસના ફુલમાં ઈંડા મૂકે અનેજો કપાસ ઉગાડતો ખેડૂત આંટો ન મારતો હોય અનેજાગૃત ન હોય તો આપણા ભાગ્ય ઉઘડી જાય અને ઈંડામાંથી ઈયળ સ્વરૂપે જલ્દી જલ્દી જીંડવીમાં ગરી જવાનું પછી ભલેને માથે સીન્થેટીક પાયરેથ્રોઈડ રેડેઆપણું કોઈ કાંઈ બગાડી શકેનહિ, પણ આજકાલ કૃષિ વિજ્ઞાન માસિકની ફેસબુક અને વોટ્સઅપ દ્વારા ખબર પડી જાય છે કે ગુલાબી ઈયળના ફુદા દેેખાયા એટલે ખેડૂતો દવાનો છંટકાવ નિયમિત કરે અને જોઆપણે ઝપટમાં આવી ગયા તો આપણું પૂરુ..
    • બીજુ શું ઘ્યાન રાખવું બા !... સાંભળ અત્યારે આપણે ઈયળ સ્વરૂપે છીએ અને આપણને બીજુ વરદાન છે કે આપણે જમીનની તીરાડમાં, કપાસના ઠાલીયામાં, કપાસની સાંઠીમાં ૮ થી ૧૩ મહિના સુધી ઈયળ સ્વરૂપે શુસુપ્ત અવસ્થામાં હલ્યા ચાલ્યા વગર દેડકાની જેમ રહી શકીએ, અને પાછું આપણને વરદાન પણ કેવું જયારે કોશેટામાં જવું હોય ત્યારે જઈ શકીએ, એટલે જ પોર નહિ પરાર આપણેબધા પહેલા વરસાદ પછી કોશેટામાં ચાલ્યા ગયેલા અને કોશેટામાં ૧૫ દિવસ પછી ફુદુ બન્યા પછી તો રાતે રાતે ખેતરમાં આટાફેરા કરીને એકબીજા સાથે સંવનન કરીને આગતરા કપાસના ફુલમાં ઈંડા મૂકીને નવી પેઢીનો જન્મ આપ્યો હતો પણ હા, એક વાત યાદ રાખજે હવે ખેડૂતો ચોમાસાના વરસાદ પછી તરત જ તેના ખેતરમાં આપણી માદાની સુગંધ વાળા ફેરોમોન ટ્રેપ એટલે કે આપણા નરનેગલોટીયા ખવડાવીનેઆ આપણા ભાયડાને પાંજરામાં પુરી દે છે તેથી એવી સુગંધ થી દૂર રહેવું આંખ કાન ખુલ્લા રાખવા નહિતર તારોય વારો પડી જાશે. હજુતો તારેકોશેટામાં જવાનું બાકી છે.
    • ચાલો, જીંડવામાં ગરતા પહેલા ફેરોમોન ટ્રેપથી બચવાનું છે તે ઉપરાંત બીજુંકાંઈ ઘ્યાન રાખવાનું બા ? હા ઈ વાત તો હું સાવ ભૂલી ગઈ સીન્થેટીક પાયરેથ્રોઈડ ઉપરાંત બેવેરીયા બેસીયાના નામની ફુગને અને આપણા શરીરને આડવેર છે તેથી જો ખેડૂત વાતાવરણમાં વરસાદી માહોલ અનેભેજ હોય ત્યારેબેવેરીયા છાંટે અનેઆ ફુગ જો આપણા શરીરનેઅડી ગઈ તો માર્યા ઠાર... આટલું ઘ્યાન રાખવાનું બાકી આ વૈજ્ઞાનિક યુગ ભલેહોય મારવા વાળા કરતા જીવાડવા વાળો મોટો છે. એટલે એમ કાંઈ ડરી ડરીનેજીવવાનું નહિ.,
    • ટુંકમાં કપાસની ખેતી ફુલી ફાલી છે અને ફોરજી ના નામે નબળા કપાસ ખેડૂત ઉગાડે છે એટલે આપણુજીવન ટકી રહેવાનું કારણ કે કપાસમાંજ જ ખેડૂતને કમાણી છે અને કપાસ સીવાય આમ તો તેની પાસે કોઈ વિકલ્પ નથી એટલેઆપણેડરવાનું કારણ નથી, આપણું જીવન ટકી રહેશે પણ એક વાત નક્કિ જાણજેઈંડા તારે મુકવા માટેઆગતરો કપાસ પસંદ કરવાનો તો જ આપણી પેઢીઓ બને, જો કે હવે કોઈ આગોતરો કપાસ કરતું નથી પણ ગામેગામે એક બે દોઢા ખેડૂત હોય જ એટલે એ બાબતેપણ ડરવાનું કારણ નથી. સમાચાર છે કે હવે તો કપાસની નવી નવી જાતો આવી છેએમાંય અમુક સચોટ અનેવહેલું ઉત્પાદન આપતી જાતો છેઅનેહવેઆપણી બીકે દિવાળી સુધી કપાસ રાખવો નહિ તેવી વૈજ્ઞાનિકો વાત ક રે છે એટલે દર સીઝનમાં આપણી વધુ પેઢીઓ થતી એવું હવેનહિ થાય. ટુંકમાં આખો ખેડૂત સમાજ, કૃષિ વૈજ્ઞાનિકો, જંતુનાશક દવાઓની કંપનીઓ, ડીલરો, સોશીયલ મીડીયા, આપણાથી એટલા ડરી ગયેલા છેતેથી એવા તો જાગી ગયા છે કે આપણું નિકંદન કાઢી નાખવાનો પ્લાન કર્યો છે પણ આપણને ખબર છે કે ખેડૂતો પણ કયાં ચીંવટવાળા છે , મોબાઈલમાં મોઢું નાખીને પડ્યા હોય છેએટલેઆપણે , છટકબારી આપણેગોતી લેસુ.
લેખ : પ્રવીણ પટેલ
98252 29966