ઉથલા મારતાં પશુ માટે

આ ઉપચાર પશુ વેતરમાં આવ્યાનાં પહેલાં અથવા બીજા દિવસથી ચાલુ કરવો. પશુને ગર્ભાશયમાં સોજા/ કેડ પાકવી/મેલી પાડેલી હોય તેવા પશુને પ્રથમ પાંચ દિવસ સુધી જીરા-મીઠાવાળો મૂળો કરી ખવડાવવો. ત્યારબાદ નીચે મુજબ ઉપચાર ચાલુ કરવો.

દિવસનો ક્રમ દિવસના ક્રમ પ્રમાણે ખવડાવવાની વસ્તુ
કુંવારપાંઠાનું એક મોટી સાઈઝનું પાન લઈ સાઈડના કાંટા કાઢી ટુકડા કરી ખવડાવવું.
ચાર મુઠી સરગવાનાં પાંદડા ગોળ અને મીઠા સાથે મીક્સ કરી ખવડાવવા.
૧૦ ૧૧ ૧૨ હાડ સાંકળ ચાર મુઠી લઈ ગોળ અને મીઠાવાળા કરીને ખવડાવવું.
૧૩ ૧૪ ૧૫ ૧૬ કઢી લીમડો ચાર મુઠી પાંદડા લઈ ગોળ હળદર અને મીઠા સાથે મીક્સ કરી ખવડાવવું.

નોધ આ કોર્સ કર્યા પછી પશુ વેતરમાં આવે ત્યારબાદ બીજદાન કરાવવુંં


#પશુપાલન

#પશુ આહાર#પશુ બીજદાન#ગીર ગાય