ગંધક એ નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ પછીનું ચોથું આવશ્યક તત્ત્વ છે. પાકને તેની લગભગ ફોસ્ફરસના જથ્થા જેટલી જ જરૂરિયાત રહે છે. છોડ ગંધકનું મુખ્યત્વે સલ્ફેટ આયનના સ્વરૂપમાં અવશોષણ કરે છે. પૃથ્વીના પોપડામાં ૦.૦૬% ગંધક રહેલો છે. તે મુખ્યત્વે સલ્ફાઈડ સલ્ફેટ અને કાર્બનિક સંયોજનના રૂપમાં હોય છે. જમીનમાં મુખ્યત્વે ગંધકનું પ્રાપ્તિસ્થાન સલ્ફાઈડ ધાતુ જે પ્લુટોનિક ખડકમાં હોય છે તે મુખ્ય છે. ગંધક મોટા ભાગની જમીનમાં સેન્દ્રિય તત્ત્વમાં, જમીનના દ્રાવણમાં દ્રાવ્ય સલ્ફેટ તરીકે અથવા જમીનના કોમ્પલેક્સ પર અધિશોષિત થયેલ હોય છે. જમીનમાં ગંધકની માત્રાનો આધાર તેની ઉત્પત્તિ દરમ્યાન ગંધક તત્ત્વ ધરાવતા પ્લોટોનિક્સ ખડકો અને કોપર પાયરાઈટ, આયર્ન પાયરાઈટ જેવા ખનીજોનું પ્રમાણ, સેન્દ્રિય પદાર્થોની માત્રા, વાતાવરણીય તેમજ જમીન વ્યવસ્થાના પરિબળો પર આધાર રાખે છે જમીનમાં કુલ ગંધકનું પ્રમાણ અંદાજિત ૫૫૦ થી ૬૦૦ મિ.ગ્રા./કિ.ગ્રા જેટલું હોય છેેે

સલ્ફર ખાતર



પાક ઉત્પાદનમાં ગંધકનું મહત્ત્વ

પાકની સામાન્ય વૃદ્ધિ અને ઉત્પાદન માટે ગંધક ખૂબ જ આવશ્યક તત્ત્વ છે. તે પાકની વૃદ્ધિના સમય દરમિયાન થતી ચયાપચયની અને જૈવ રાસાય્ણિક પ્રક્રિયાઆેના સંચાલનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ગંધક પાકના હરિતકણો, પ્રોટીન, સ્ટાર્ચ, શર્કરા, ગ્લુકોસાઈડ તેમજ વિટામિનોના સંશ્લેષણની કામગીરીને સક્રિય કરે છે. વળી પ્રકાશ-સંશ્લેષણની પ્રક્રિયાને પણ ઉત્તેજિત કરીને હરિત પદાર્થોના ઉત્પાદનમાં વધારો કરવામાં મદદરૂપ બને છે. ગંધક વિટામિન-એ, બાયોટીન તથા થાયમિનના સંશ્લેષણમાં વૃદ્ધિ કરીને પાક ઉત્પાદનની ગુણવત્તામાં વધારો કરે છે. ગંધક છોડની અંદર ફોસ્ફરસના વિવિધ સ્વરૂપનો ઉપયોગ કરવામાં મદદરૂપ થાય છે. ગંધક એસિડ ફોસ્ફેટેઝ તેમજ પેરોક્સીડેઝ જેવા ઉત્સેચકોની ક્રિયાશીલતાને કાબૂમાં રાખે છે. આથી તૈલીપાકોમાં તેલના ઉત્પાદન માટે ગંધકનું મહત્ત્વનું યોગદાન છે. ગંધક સિસ્ટીન, સિસ્ટાઈન અને મિથીયોનીન જેવા અગત્યના એમીનો એસિડમાં મુખ્ય ઘટક સ્વરૂપે સમાયેલ છે. બટાટા અને અન્ય કંદમૂળ વર્ગના પાકોમાં સ્ટાર્ચની, શેરડીમાં ખાંડની, ઘઉંમાં બેકિંગની ઉપજમાં વધારો કરે છે.

જમીનમાં ગંધકની ઉણપ થવાનાં કારણો જમીનમાં ગંધકની ઉણપ થવાનાં કારણો જમીનમાં ગંધકની ઉણપ થવાનાં કારણો સામાન્ય રીતે હલકા પોતવાળી રેતાળ જમીનો કરતાં ભારે પોતવાળી માટિયાળ જમીનોમાં કુલ ગંધકનો જથ્થો વધારે હોય છે. આપણા દેશમાં પાકનું કુલ ઉત્પાદન વધતાં તેના લીધે જમીનમાંથી ગંધકનો ઉપાડ સતત વધી રહેલ છે. જે હાલમાં સરેરાશ ૮.૦૦ કિ.ગ્રા./હેક્ટર થવા જાય છે.

આ માહિતી દર્શાવે છે કે જમીનમાંથી વિવિધ પાકો દ્વારા ગંધકનો નોંધપાત્ર ઉપાડ થાય છે અને તેથી પાકની પોષણ વ્યવસ્થાને સમતોલ બનાવવા માટે ગંધકના ઉચિત ઉપયોગનું વર્તમાન ખેતી પદ્ધતિમાં ખૂબ જ મહત્ત્વ બને છે. સામાન્ય રીતે પાક ઉત્પાદનમાં થયેલ વૃદ્ધિને કારણે જમીનમાંથી પોષક તત્ત્વોનો ઉપાડ વધી રહેલ છે પરંતુ આપણે જાણીએ છીએ તેમ પોષક તત્ત્વોની જમીનમાં પૂર્તિ મુખ્યત્વે નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશની જ કરવામાં આવે છે. પાક દ્વારા થયેલ ગંધકના ઉપાડને કરણે જમીનમાં થયેલ ગંધકની ઘટને દૂર કરવાની પ્રક્રિયાથતી નથી અને તેથી જમીનમાં ગંધકની ઉણપનું પ્રમાણ વધી રહેલ છે. જે માટેના મુખ્ય કારણો આ પ્રમાણે છે.


  • ૧. ઘનિષ્ટ (સઘન) ખેતી અપનાવવાથી તેમજ વધુ ઉત્પાદન આપતા પાકોની જાતોનું વાવેતર કરવાથી. 
  • ૨. ગંધકરહિત રાસાયણિક ખાતરોનો વધુ પડતો વપરાશ. 
  • ૩. સેન્દ્રિય ખાતરો જેવા કે છાણિયું ખાતર, કમ્પોસ્ટ, વર્મી કમ્પોસ્ટ, લીલો પડવાશ, જેવા ખાતરોના વપરાશમાં ઘટાડો કરવાથી.
  • ૪. પાકના થડિયા અને જડિયાનો બળતણ તરીકે ઉપયોગ પાકના અવશેષોનું કમ્પોસ્ટ ખાતર બનાવી ફરી ઉમેરવાની પ્રવૃત્તિ તરફ અજ્ઞાનતા અથવા શિથિલતા. 
  • ૫. હલકા પોતવાળી રેતાળ જમીનોમાં રહેલા ગંધકનો નિતાર દ્વારા વ્યય થવાથી.
વધુ માહિતી ભાગ 2 માં

#salfar #સલ્ફર ખાતર#ખેતી #ikhedut #સલ્ફર નાં ફાયદા
#ભાગ ૧ #ખેતી ની વાત # કૃષિ જીવન #