બ્રિટનના એક ખેડૂતે ટામેટાના એક છોડમાં ૧ર૬૯ ટામેટાં ઉગાડયાં યુકેના હર્ટફોર્ડશાયરના ખેડૂત ડગ્લાસ સ્મિથે અનોખા પરાક્રમ દ્વારા વિશ્વ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ડગ્લાસ સ્મિથે માત્ર એક ટામેટા સ્ટેમમાંથી સૌથી વધુ ટામેટાં ઉગાડવાનો રેકોર્ડ તોડ્યો હતો. અગાઉ ગયા વર્ષ સુધી આ રેકોર્ડ ૪૮૮ ટામેટાંનો હતો. આ પછી ડગ્લાસે આ રેકોર્ડ તોડાવનું વિચાર્યું. ગયા વર્ષે જ ૪૮૮ ટામેટાનો રેકોર્ડ તોડયો હતો અને એક છોડમાંથી ૮૩૯ ટામેટાં પણ ઉગાડયા હતા. જો કે હવે તેણે આ રેકોર્ડ પણ તોડીને એક છોડમાંથી ૧ર૬૯ ટામેટા ઉગાડીને દુનિયાને ચોંકાવી દીધી છે. ડગ્લાસને બાગાયતમાં ખૂબ જ રસ છે. છેલ્લા ચાર વર્ષથી તે દરરોજ પોતાના બગીચામાં સમય વિતાવે છે. વિશ્વનો શ્રેષ્ઠ માળી કહેવાય તેવી તેની હૃદયપૂર્વકની ઈચ્છા છે. ઉલ્લેખનીય છે કે સ્મિથે ટામેટાના રેકોર્ડ બનાવવા માટે ઘણા વૈજ્ઞાનિકો પેપર વંચ્યા હતા. આ ઉપરાંત માટીના નમૂના એક્ત્ર કરીને પરીક્ષણ માટે લેબમાં મોકલેલ. આટલી મહેનત પછી જ્યારે તેનું નામ ગિનીસ વલ્ર્ડ રેકોર્ડમાં નોંધાયું ત્યારે તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો.